CMO સચિવ અશ્વિની કુમારે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું હતું કે, લૉકડાઉન-4 સંદર્ભે CM રૂપાણી દ્વારા ચર્ચા કરવામાં આવી છે. ડાયમંડ એસોસિયેશન- ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી છે. અને જનજીવન પૂર્વવત થાય તે માટે CM રૂપાણીએ સૂચનો મેળવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાંથી 5.42 લાખ શ્રમિકોને વતન મોકલાયા છે.
વધુમાં અશ્વિની કુમારે જણાવ્યું કે, ગુજરાતમાંથી 396 ટ્રેન દોડાવવામાં આવી છે. આજે વધુ 50 ટ્રેન દોડાવાશે. વિદેશથી આવેલા નાગરિકોને ક્વોરન્ટાઈન કરાયા છે. તો બીજી બાજુ 15 મેએ સંપુર્ણ લોકડાઉન બાદ અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો ખુલી હતી. જે મામલે CMO સચિવે જણાવ્યું કે, અમદાવાદમાં એક જ દિવસમાં 30 હજાર ઓનલાઈન ઓર્ડર મળ્યા છે. અને સાડા આઠ કરોડનું કેશલેસ પેમેન્ટ થયું છે.
NFSA હેઠળ કાર્ડ ધરાવતા 65 લાખથી વધુ લોકો NFSA કાર્ડ ધરાવે છે. બીપીએલ કાર્ડ ધરાવતા 3 લાખથી વધુ પરિવારનોએ એપ્રિલ મહિનાની જેમ મે મહિનામાં પણ અનાજ વિતરણ કરવામાં આવશે. આ સાથે જ 65 લાખ 40 હજાર અને 3 લાખ 40 હજાર આમ 68 લાખ 80 હજાર પરિવારોને 17થી 23 મે દરમિયાન અનાજ વિતરણ કરવામાં આવશે. આવતી કાલે એટલે કે 17 મેના રોજ જે NFSA રાશનકાર્ડનો છેલ્લો આંકડો 1 હશે તે અનાજની કીટ સસ્તા અનાજની દુકાનેથી મેળવી શકશે.ગૌશાળા અને પાંજરાપોળમાં જે પશુઓ રહે છે તેમને એપ્રિલ મહિનાની જેમ મે મહિનામાં પણ પશુદીઠ રૂ. 25 સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે. આ સબ્સિડી જિલ્લા કલેક્ટર મારફત રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળમાં પહોંચડાવામાં આવશે. પાંજરાપોળ અને ગૌશાળામાં 4 લાખ પશુઓ છે. જેથી 30થી 35 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે તેવુ અનુમાન છે.