આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ (3 સપ્ટેમ્બર) નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 30 નવી સ્કાયસ્ક્રેપર (બહુમાળી) ઇમારતો બનાવવા મંજૂરી આપવામાં આવી છે. જેમાં 25 અમદાવાદમાં, બે સુરતમાં, બે ગાંધીનગરમાં અને એક વડોદરામાં બનાવવામાં આવશે. જે પૈકી 20 ઇમારતો રહેઠાણ માટે, સાત કોમર્શિયલ ઉદ્દેશ્ય માટે, બે ઇમારતો રહેઠાણ અને કોમર્શિયલ એમ બંને ઉદ્દેશ્યો માટે અને એક જાહેર ઇમારત તરીકે પરવાનગી આપવામાં આવી છે. સ્થાનિક સંસ્થાઓ બહુમાળી ઇમારતોનો નિર્માણ કરી પ્રિમિયમ એફએસઆઇ દ્વારા આશરે રૂપિયા 1000 કરોડની આવક ઉભી કરશે.