Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે. ભાજપે પોતાના 30 વરિષ્ઠ નેતાઓને પ્રચાર માટે ઉતારવાની યોજના બનાવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ સામેલ છે. સ્ટાર પ્રચારકોની આ લિસ્ટમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ છે.  યોગી આદિત્યનાથ સિવાય ભાજપ શાસિત રાજ્યના એક પણ મુખ્યમંત્રીને સ્ટાર પ્રચારકની યાદીમાં સ્થાન મળ્યું નથી.
સ્ટાર પ્રચારકોની આ લિસ્ટમાં સૌથી ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ છે, ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને બાદમાં ગૃહમંત્રી અમિત શાહનું નામ છે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જૈસવાલ અને સુશીલ કુમાર મોદી ઉપરાંત ભૂપેન્દ્ર યાદવનું નામ પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. આ સિવાય દેવેન્દ્ર ફડણવીસ, રાધામોહન સિંહ, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, સ્મૃતિ ઇરાની સહિતના નેતાઓ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ