તહેવારોની સિઝનમાં ખરીદશક્તિ અને ગ્રાહકમાગમાં વધારો કરવાના વધુ એક પ્રયાસમાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારના નોન-ગેઝેટેડ કર્મચારીઓ માટે વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ અને નોન પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસને મંજૂરી આપી દીધી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો તેના ૩૦.૬૭ લાખ કર્મચારીઓને લાભ થશે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે, સરકારે પ્રોડક્ટિવિટી અને નોન-પ્રોડક્ટિવિટી સાથે સંકળાયેલા વર્ષ ૨૦૧૯-૨૦ માટેના કેન્દ્ર સરકારના નોન-ગેઝેટેડ કર્મચારીઓના બોનસને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયના કારણે સરકારી તિજોરી પર રૂપિયા ૩,૭૩૭ કરોડનો બોજો પડશે. દિવાળીના તહેવાર પહેલાં અપાનારું આ બોનસ દશેરાના તહેવાર પહેલાં એક જ હપતામાં ચૂકવાશે.