ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આજે થયેલા એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસની જોડાયેલી ટીમ સાથેની અથડામણમાં આ ત્રણેય આતંકીઓ ઠાર કરવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ પંજાબના ગુરદાસપુરમાં આવેલ એક પોલીસ ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હતા. આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર કોતવાલી વિસ્તારમાં થયો હતો, જ્યાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે યુદ્ધભેદી અથડામણ થઈ હતી.
એન્કાઉન્ટરની ઘટનામાં માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના સભ્ય હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસેથી 2 AK રાઈફલ, 2 ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા છે.