બળાત્કારના કિસ્સાઓમાં ગુજરાતમા ન્યાયપ્રક્રિયા ઝડપી બની છે. આરોપીઓને ઝડપી સજા સંભળાવવામાં આવી રહી છે, તો સાથે જ શોષણ થનારાઓને ન્યાય મળી રહ્યો છે. ત્યારે કપડવંજ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. નિર્માલી સીમ વિસ્તારમાં યુવતી પર થયેલા ગેંગરેપ અને હત્યાનો ચુકાદો આવ્યો છે. 2018 ના વર્ષમાં પરણિત મહિલા પર 3 ઈસમોએ ગેંગરેપ ગુજારી મહિલાની હત્યા કરી હતી. ત્યારે કપડવંજ સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી.પી અગ્રવાલે આ ચુકાદો આપ્યો હતો.