ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં પ્રચાર ચાલી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક લોકોને ભાજપમાંથી ટીકીટ ન મળતા નારાજ થયા હતા અને ભાજપના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેના પગલે ભાજપ એક્શન મોડમાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં પાર્ટી વિરુદ્ધ ઉમેદવારી અને પ્રચાર કરવા બદલ ભાજપના 3 હોદ્દેદારોને સસ્પેન્ડ આવ્યા છે.