અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આજે ફરી એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું સોનું ઝડપાયું છે. શારજહાથી આવેલા મુસાફરો પાસેથી 23 કિલો સોનાની પેસ્ટ મળી આવી છે. કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટે ચેકિંગ દરમિયાન મુસાફરો પાસેથી સોનું ઝડપી પાડ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદેસર સોનું લાવનાર 3 મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. આ મુસાફરો શારઝહાથી સોનાની પેસ્ટ બનાવી સોનું લાવ્યા હતા. મુસાફરોની આ મોડસ ઓપરેન્ડી જોઈને ખુદ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આ મુસાફરો કમરના બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ લઈને આવ્યા હતા. તેઓએ કમરના બેલ્ટમાં સોનું છૂપાવ્યું હતું. આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.