વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં નવી મેડિકલ કોલેજો ખોલવા, શેરડીની નિકાસ પર સબસિડી આપવા, કોલ માઇનિંગ અને સિંગલ બ્રાન્ડ રિટેલમાં ૧૦૦ ટકા એફડીઆઇ જેવા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધન કરતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, દેશમાં નવી ૭૫ મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. આ કોલેજો આગામી ૩ વર્ષમાં ખોલાશે. જે વિસ્તારોમાં મેડિકલ કોલેજોનો અભાવ છે તેવા વિસ્તારોને તેમાં પ્રાથમિકતા આપવામાં આવશે.