બુધવારે ત્રણ રાફેલ લડાકુ વિમાન ફ્રાન્સથી ભારત આવી રહ્યા છે. ડસોલ્ટ એવિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય લડાકુ વિમાનો બુધવારે સવારે સાત વાગ્યે મેરીનાક એરબેઝ પરથી ઉપડશે અને સાંજે સાત વાગ્યાની આસપાસ ગુજરાતમાં ઉતરશે. યુનાઈટેડ આરબ અમીરાત (UAE) એરફોર્સના એરબસ 330 મલ્ટિ-રોલ ટ્રાન્સપોર્ટ ટેન્કર્સ આકાશમાં ઓમાનની ખાડીમાં આ રાફેલ લડાકુ વિમાનોમાં ફ્યુલ ભરશે.
બાદમાં ત્રણેય રાફેલ ફાઈટર જેટ અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વોડ્રોનમાં જોડાશે. નવ રાફેલ લડાકુ વિમાનોની આગામી બેચ આવતા મહિને ભારત જશે, જેમાંથી પાંચ ઉત્તર બંગાળના હાશીમારા એરબેઝમાં સામેલ થશે. સરકારે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સને સરકારી સોદા હેઠળના 36 રાફેલ લડાકુ વિમાનો માટે આદેશ આપ્યો હતો. તેની કુલ કિંમત 59 હજાર કરોડ રૂપિયા હતી. આ ત્રણ રફેલ આવતાની સાથે ભારતીય વાયુદળની તાકાતમાં વધારો થશે.