રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં હજુ આગામી 3-4 દિવસ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. 24 માર્ચ સુધી રાજ્યમાં ગરમની કોઈ સંભાવના નથી. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.