-
પિતા બનવા પર ભારતમાં પણ પુરૂષ કર્મચારીઓને માતાની જેમ 3 મહિનાની રજા આપવાનો એક પ્રસ્તાવ સંસદમાં આવી શકે છે. કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવ દ્વારા એક બિનસરકારી વિધેયક તૈયાર કરાયો છે, જેને પિતૃત્વ લાભ વિધેયક એવું નામ અપાયું છે. આ વિધેયક માને છે કે બાળકના જન્મ વખતે માતાની જેમ પિતાની પણ એકસરખી જવાબદારી હોવાથી પિતાને પણ 3 મહિનાની રજા મળવી જોઇએ.