તાઇવાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂકંપના ત્રણ મોટા આંચકા આવ્યા છે. તે જાણી જાપાને 'સુનામી એલર્ટ' પણ જારી કરી દીધો છે. તાઈવાનના હવામાન વિભાગે કહ્યું હતું કે, દેશની દક્ષિણ પૂર્વ કાઉન્ટી તાઇતુંગમાં ભૂકંપનું કેન્દ્ર હશે તેમ લાગે છે.
શનિવારે આ પ્રદેશમાં ૬.૪નો ભૂકંપ આવ્યો હતો. પછી ફરી રવિવારે ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ રીક્ટર સ્કેલ ઉપર નોંધાયો હતો. તે પછી તે જ સ્થળે રવિવારે બપોરે ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જે તાઈતુંગની ધરતીથી ૧૦ કિ.મી. ઊંડે જમીનમાં ઉદ્ભવ્યો હતો.