કેરળના વાયનાડમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. ભારે વરસાદ બાદ ત્રણ ભૂસ્ખલનની ઘટનાથી ભારે તારાજી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સામેલ છે.જ્યારે 70 કરતા વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશનમાં આર્મી અને નેવીની પણ મદદ લેવામાં આવી રહી છે. આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાને શોક વ્યક્ત કરીને વળતરની જાહેરાત કરી છે.