ફાયરિંગની ઘટના બ્રાઝિલથી સામે આવી છે. અહીંની શાળાઓમાં ગોળીબાર થયો છે. ફાયરિંગની આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. તે જ સમયે, ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યાનુંસાર બુલેટપ્રુફ વેસ્ટ પહેરેલા શૂટરે દક્ષિણપૂર્વીય બ્રાઝિલમાં બે શાળાઓમાં ઘૂસીને બે શિક્ષકો અને એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી નાખી છે.