રાજસ્થાનના જયપુરમાં આજે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીની વેબસાઈટ અનુસાર, ભૂકંપ સવારે 4:10 કલાકે આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે જાનહાનિ અથવા સંપત્તિના નુકસાન અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી.
એક કલાકમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો 4:10 મિનિટે, બીજો 4:23 મિનિટે અને ત્રીજો 4:25 મિનિટે આવ્યો હતો. બીજી બાજુ મણિપુરના ઉખરુલમાં સવારે 5:01 વાગ્યે 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.