રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 3 ડિગ્રીએ પહોંચતા ઠેર-ઠેર બરફની ચાદર છવાઈ ગઈ હતી. સ્થાનિક રહીશો અને સહેલાણીઓ ઠંડીના ચમકારા સાથે આનંદ માણતા ઠૂંઠવાઈ રહ્યા હતા. ઠંડીના કારણે જનજીવન પર અસર પડી રહી છે. જોકે, સહેલાણીઓ કાશ્મીર જેવા આહ્લાદક વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે.