છેલ્લા ૨૮ દિવસથી દિલ્હીની સરહદો પર કેન્દ્રના ૩ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ૪૦ ખેડૂત સંગઠનોની બુધવારે મળેલી સંયુક્ત બેઠકમાં સરકાર દ્વારા મોકલાવાયેલા પ્રસ્તાવને ફગાવી દેવાયો હતો. બેઠક બાદ આયોજિત પત્રકાર પરિષદમાં સ્વરાજ ઇન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, અમે ૩ કૃષિ કાયદામાં કોઇપણ પ્રકારના સુધારાની વાત કરી રહ્યાં નથી પરંતુ ત્રણેય કાયદાને રદ કરવાની માગ કરી રહ્યાં છીએ. લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પર સરકારે અમને જે પ્રસ્તાવ મોકલ્યો છે તેમાં કશું સ્પષ્ટ નથી. સરકાર લેખિતમાં નક્કર પ્રસ્તાવ મોકલે અને મોકળા મને મંત્રણા માટે ખેડૂતોને આમંત્રણ આપે. યાદવે આરોપ મૂક્યો હતો કે, સરકાર અમારા આંદોલન સાથે સંકળાયેલા ન હોય તેવા કહેવાતા ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરી રહી છે જે અમારા આંદોલનને તોડવાનો એક પ્રયાસ છે.