મણિપુરમાં રાજધાની ઈમ્ફાલથી 100 કિમી દૂર ચંદેલ જિલ્લામાં ઉગ્રવાદીઓના હુમલામાં આસામ રાઈફલ્સના 3 જવાન શહીદ થઈ ગયા હતા. સાથે જ 6 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે, આ ઉગ્રવાદીઓ એક લોકલ ગ્રુપ પીપલ્સ લિબરેશન આર્મીના હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમામે, ભારત-મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદી સંગઠનો વિરુદ્ધ ઓપરેશન દરમિયાન આસામ રાઈફલ્સના 3 જવાનો શહીદ થઈ ગયા છે. ઉગ્રવાદીઓએ ઘાત લગાવીને હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં 6 જવાનો ઈજાગ્રસ્ત પણ થયા છે. જેમને ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાની મિલિટ્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, મણિપુરના સ્થાનિક ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ સૌ પ્રથમ IED બ્લાસ્ટ કર્યો અને પછી જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ ઈમ્ફાલથી 100 કિલોમીટર દૂર આ વિસ્તારમાં રઈન્સફોર્સમેન્ટ મોકલવામાં આવી છે.
હાલ સેના તરફથી ઉગ્રવાદીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ ભારત-મ્યાનમાર સરહદ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.