અમરેલી જિલ્લાના ધારીમાં ભાઈબીજના દિવસે જ ભાજપના મહિલા નેતાની હત્યા થઈ ગઈ. પાડોશી સાથે થયેલી તકરારમાં ખેલાયેલા આ ખૂની ખેલમાં તલવારના ઘા મારીને ભાજપ નેતા મધુબેન જોશીની હત્યા કરી નખાઈ, જ્યારે તેમનો પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. હત્યાના આ બનાવમાં પોલીસે ત્રણ શખ્સોની હાલ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.