દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩.૯૨ લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિક્તા છોડી દીધી છે અને તેમાંથી ૧.૭૦ લાખ લોકોએ અમેરિકન નાગરિક્તા સ્વીકારી છે તેમ કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું. રાજ્યકક્ષાના ગૃહમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ અંગત કારણોસર વિવિધ ભારતીયોએ દેશની નાગરિક્તા છોડીને અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકાર્યું છે. વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧માં કુલ ૩,૯૨,૬૪૩ લોકોએ તેમના પાસપોર્ટ જમા કરાવ્યા છે.