કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,720 નવા કેસ નોંધાયા છે. જ્યારે સક્રિય કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હવે તે 40,177 પર પહોંચી ગયો છે. આ દરમિયાન 7,698 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ પણ થયા છે.