વડાપ્રધાનના નેતૃત્ત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. પાવર ડિસ્ટ્રિબ્યુશન રિફોર્મને મંજૂરી આપવામાં આવી છે. આ માટે ૩.૦૩ લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશના ગામ સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે ૧૯ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
આ મહત્ત્વપૂર્ણ બેઠક અંગેની માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન જાવડેકરે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા નાણા પ્રધાન નિર્મલા સિતારમને ૬ લાખ ૨૮ કરોડના પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજને પણ આજે મંજૂરી આપવામાં આવી હતી. જાવડેકરે જણાવ્યું હતું કે નવેમ્બર સુધી ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ આપવામાં આવશે. આ માટે કેબિનેટે ૯૩૦૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે દરેક ગામ સુધી ઇન્ટરનેટ પહોંચાડવાનો સરકારે નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે ભારત નેટ પ્રોજેક્ટ માટે ૧૯ હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ માટે દરેક ગામ સુધી બ્રોડબેન્ડ સિસ્ટમ પહોચાંડવામાં આવશે.