લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧૯મી તારીખે યોજાવા જઇ રહ્યું છે. આ ચૂંટણી પહેલા છત્તીસગઢમાં બસ્તર પ્રાંતમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં ૨૯ નક્સલીઓ માર્યા ગયા છે. જ્યારે ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે. નક્સલીઓ પાસેથી હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જંગલોમાં નક્સલીઓ છુપાયા હોવાની બાતમીના આધારે બીએસએફ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનોની ટૂકડી નક્સલ વિરોધી ઓપરેશન માટે નિકળી હતી જે દરમિયાન સામસામે ભારે ગોળીબાર થયો હતો.