દેશમાં લગભગ એક વર્ષથી કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકાર સામે હવે ડિસઈન્વેસ્ટમેન્ટ મુદ્દે વધુ એક આંદોલન ઊભું થઈ રહ્યું છે. સરકારી એકમોના ખાનગીકરણ મુદ્દે પહેલાંથી જ વિપક્ષની આકરી ટીકાઓનો સામનો કરી રહેલી કેન્દ્ર સરકારે હવે આરએસએસમાંથી પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંકળાયેલા ભારતીય મજૂર સંગઠને કેન્દ્ર સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટની નીતિના વિરોધમાં ૨૮મી ઑક્ટોબરે રાષ્ટ્રવ્યાપી દેખાવોની જાહેરાત કરી છે. બીએમએસે આ દેખાવોમાં અન્ય સંગઠનોને પણ જોડાવા અપીલ કરી છે.