દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. એમાંય અનલોકના ફેઝ ચાલુ થતાં વેંત કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 28,637 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 551 લોકોના મરણ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 8,49,553 કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે. જ્યારે કુલ 22,674 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
જો કે રાહતની વાત એ છે કે, દેશમાં કુલ 5,34,621 લોકોએ કોરોનાને માત આપી છે, એટલે કે તેઓ કોરોનાની સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે દેશમાં હાલ 2,92,258 એક્ટિવ કેસ છે.