ખેડૂતો દ્વારા દેશભરમાં ફરી ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. 27મી સપ્ટેમ્બરના રોજ દેશભરના ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂતોનું આ ભારત બંધ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં છે. ત્રણેય નવા કૃષિ કાયદાઓને પસાર કર્યાને એક વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. ખેડૂતો આ કાયદાઓની વિરૂદ્ધમાં દિલ્હી સરહદે આશરે એક વર્ષથી ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે.
એવામાં સંયુક્ત કિસાન મોર્ચાએ 27મી સપ્ટેમ્બરના દેશભરમાં ભારત બંધની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોર્ચા ઉપરાંત અનેક અન્ય ખેડૂત સંગઠનો પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. કિસાન સંગઠને કહ્યું હતું કે ભારત બંધ શાંતિપૂર્ણ રહેશે. 27મી સપ્ટેમ્બરના સવારે છ વાગ્યાથી ભારત બંધ શરૂ કરવામાં આવશે અને સાંજે ચાર વાગ્યા સુધી જારી રહેશે.