બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન મળી આવ્યા બાદ ભારત પરત ફરેલા પ્રવાસીઓ લાપતા બનતાં હાહાકાર મચી ગયો છે. તેલંગણામાં તાજેતરમાં બ્રિટનથી પરત ફરેલા ઓછામાં ઓછા ૨૭૯ પ્રવાસી લાપતા બનતાં સત્તાવાળાઓએ રાજ્યમાં હાઇએલર્ટની જાહેરાત કરી છે. તેલંગણા પોલીસના જણાવ્યા અનુસાર બ્રિટનથી પરત ફરેલા ૧૮૯ પ્રવાસીઓએ ખોટા ફોન નંબર અને સરનામાં આપ્યાં છે. તે ઉપરાંત દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગણામાં બ્રિટનથી પરત ફરેલા ૯૨ પ્રવાસી લાપતા છે. રવિવારે વધુ ૫૯ પોઝિટિવ કેસ સાથે ગયા રવિવારથી અત્યાર સુધીમાં ભારતમાં બ્રિટનથી પરત ફરેલા કુલ ૧૧૯ પ્રવાસીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે. આ તમામ પ્રવાસીનાં સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે પૂણે સ્થિત પ્રયોગશાળામાં મોકલી અપાયાં છે. સોમવાર સુધીમાં તેઓ કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત છે કે કેમ તેના પ
પરિણામ આવી જશે. તેલંગણા સરકારે બ્રિટનથી પરત આવેલા ૨૧ કોરોના સંક્રમિત પ્રવાસીઓને આઇસોલેટ કર્યાં છે.