સુરતમાં યોજાયેલા સમૂહ લગ્ને ખરેખર માનવતાનો દિપક જલાવ્યો છે. નાતી-જાતી, રાજ્ય, ધર્મના વાડાને પર થઈને પિતા વિહોણી 271 દીકરીઓને પ્રભુતામાં પગલા પડાવવા માટે યોજાયેલ પાનેતર લગ્નોત્સવ રંગેચંગે પાર પડ્યો હતો. આ લગ્નોત્સવની ખાસિયત એ હતી કે, અહીં પાંચ મુસ્લિમ દીકરીઓના તેમની ધાર્મિક વિધિ અનુસાર નિકાહ પણ કરાવવામાં આવ્યા હતા.
પાનેતર લગ્નોત્સવ અબ્રામા પી.પી. સવાણી ચેતન્ય વિદ્યાસંકુલમાં યોજાયો હતો. પિતાની છત્રછાયા ગુમાવનાર 271 દીકરીઓને શનિવારે પાનેતર ઓઢાડીને અશ્રુભીની વિદાય આપવામાં આવી હતી. જણાવી દઈએ કે લગ્નોત્સવમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, વનમંત્રી ગણપત વસાવા, મેયર જગદીશ પટેલ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.