કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં યથાવત છે, પરંતુ અમેરિકામાં તેનું વિકરાળ રૂપ જોવા મળી રહ્યું છે. કોરોનાના પ્રકોપથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં મોતનો આંકડો દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાઈરસથી 2751 લોકો મોતને ભેટ્યા છે.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે, અમેરિકામાં કોરોનાના 8 લાખ પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. આ સિવાય 44,845 લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે. કહેવાય છે કે, 40 હજાર નવા કેસો તો સપ્તાહના પ્રથમ બે દિવસ સોમવાર અને મંગળવારે જ નોંધાયા છે.