દેશમાં અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરાસાદ પડવાની સ્થિતિ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યો માટે વરસાદનું લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા મુજબ 27, 28, 29 સપ્ટેમ્બર દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું લેટેસ્ટ અપડેટ જાહેર કરવાની સાથે એલર્ટ પણ જાહેર કર્યું છે. IMDએ આજે આજે આપેલી આગાહી મુજબ, ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી બે-ત્રણ દિવસમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ પડી શકે છે.