વિવિધ સાનુકૂળ અહેવાલો વચ્ચે લોકસભાની ચૂંટણી બાદ સરકાર દ્વારા આવકવેરાના નિયમોમાં ઘરખમ ફેરફાર કરવામાં આવવાના અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં આજે ભારે વોલેટાલિટી વચ્ચે સેન્સેક્સમાં ૭૩૩ અને નિફ્ટીમાં ૧૭૨ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સના ગાબડા પાછળ રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૨.૨૫ લાખ કરોડનું ધોવાણ થયું હતું.