લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
રાજ્ય 11 વાગ્યા સુધીમાં મતદાન
બિહાર 24.25%
ચંદીગઢ 25.03%
હિમાચલ 31.92%
ઝારખંડ 29.55%
ઓડિશા 22.46%
પંજાબ 23.91%
ઉત્તર પ્રદેશ 28.02%
પશ્ચિમ બંગાળ 28.10%