કોઈ પણ એકમ હવે નાગરિકો વિશે ડિજિટલ રીતે સંગ્રહ કરાયેલી જાણકારી કે આંકડાનો દુરુપયોગ કરશે કે પછી તેનું સંગ્રહ કરવામાં નિષ્ફળ રહેશે તો તેના પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ જોગવાઈ સંસદમાં રજૂ કરાયેલા ડિજિટલ પર્સનલ ઈન્ફર્મેશન પ્રોટેક્શન બિલ - 2023માં કરાઈ છે.