એશિયાટિક સિંહના અકુદરતી મૃત્યુના બનાવોનું પ્રમાણ વધ્યું છે. એપ્રિલ,2015 થી માર્ચ,2016 સુધીમાં 95 સિંહના મોત થયા, તેમાંથી 25 સિંહના મોત અકુદરતી છે. એટલે કે આ વર્ષ સમય-ગાળામાં સિંહના કુલ મૃત્યુઆંકમાં 26 ટકાથી વધુ સિંહના મોત અકુદરતી રીતે થયા. 2014માં કુલ 65 સિંહના મૃત્યુમાંથી 13 એટલે કે 20 % સિંહના અકુદરતી મોત થયા હતા. 2012માં અકુદરતી મોતનો આંકડો 10 % હતો.