દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના મામલાઓમાં ખૂબ જ તેજીથી વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે કોવિડ-19 ની ઝપેટમાં સ્વાસ્થ્યકર્મિઓની સાથે-સાથે સુરક્ષાબળોના જવાનો પણ આવી રહ્યા છે. દિલ્હીની જામા મસ્જિદ વિસ્તારમાં દિલ્હી પોલીસની સાથે તૈનાત BSFની 126 બટાલિયનના વધુ 25 જવાન કોરોના વાયરસથી પોઝિટિવ મળી આવ્યા છે.
રવિવારે 80 જવાનોનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 25 જવાનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 5 જવાનનોના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. સંક્રમિત જવાનોના સંપર્કમાં આવેલા જવાનોને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ સંપર્કમાં આવેલા લોકોની ટ્રેસિંગ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં BSFના કુલ 54 જવાન કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.