બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસમાં થતાં પોલીસે ૨૪ વિદ્યાર્થીઓને પકડી લીધા હતા અને ત્યાર બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીના રજિસ્ટારે પોલીસને બોલાવી હતી. જાધવપુર યુનિવર્સિટીના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પણ ડોક્યુમેન્ટરી જોઈ હોવાનો દાવો થયો હતો. અમેરિકાએ બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ થઈ તેનું સમર્થન કર્યું હતું.