કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય લીધો ત્યાર બાદ કાશ્મીરના અલગાવવાદીઓ આનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં તો આ અલગાવવાદી નેતાઓને નજરબંધ રાખવામાં આવ્યા છે, પરંતુ કાશ્મીરના આ નિર્ણયનો વિરોધ કરતા અલગાવવાદીઓના બાળકો વિદેશમાં મજાથી ભણે છે અને રહે છે. અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગૃહ મંત્રાલયે સામાન્ય કાશ્મીરીઓ સામે અલગતાવાદીઓના અસલી ચહેરાઓ લાવવાની યોજના બનાવી છે. ખીણમાં શાળાના બાળકો પાસે પથ્થરબાજી કરાવવાં, આતંકવાદીઓના મોત પર શાળાઓને સળગાવતા અને હડતાળ કરાવતા અલગતાવાદીઓના બાળકો ખુદ વિદેશમાં ભણે છે.
હુરિયત નેતાઓ સહિત ખીણનાં 112 અલગાવવાદી નેતાઓના અને તેમની સાથે સહાનુભુતિ રાખનારાઓના 220 બાળકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. કાશ્મીરી યુવાઓને બલિદાન આપવાનું આહવાન કરતા અલગતવાદી નેતાઓનું સત્ય એલિટ વર્ગને તો ખબર છે પરંતુ ગરીબ કાશ્મીરી જનતા હજી બેખબર છે. હવે એવું લાગી રહ્યું છે કે ગૃહ મંત્રાલય યોજના હેઠળ આ અલગતાવાદી નેતાઓનું સત્ય હવે ગરીબ લોકો સુધી પણ પહોંચાડવા માગે છે અને મોટા સ્તાર પર પ્રચારિત કરવાની તૈયારી કરી રહી છે. અલગતાવાદીઓ સામે પોલ ખોલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને અમિત શાહે પોતે જ તૈયાર કર્યું છે.
જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસનમાં વધારો કરવાના મુદ્દા પર તેમણે સંસદમાં 130 હુરિયત નેતાઓની જાણકારી રાખી જેમને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મોકલ્યા હતા. થોડા દિવસ પહેલા ગૃહ મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું કે, તહરિક-એ-હુરિયતના ચેરમેન અશરફ સેહરાઇના 2 દીકરાઓ ખાલિદ અને આબિદ સાઉદી અરબમાં કામ કરે છે અને ત્યાં જ વસ્યા છે. ગુલામ મહંમદ બટનો દીકરો ડોક્ટર છે. સૈયલ અલી શાહ ગિલાનીની દીકરી નીલમ ગિલાનીએ હાલમાં પાકિસ્તાનમાંથી એમબીબીએસ પૂર્ણ કર્યું છે. હુરિયત નેતા મીરવાઇઝ ઉમર ફારુકની બહેન રાબિયા ફારૂક ડોક્ટર છે અને અમેરિકામાં સ્થાયી છે. આ રીતે જ બિલાલ લોનની દીકરી અને જમાઇ લંડનમાં સેટલ થયાં છે અને તેમની નાની દીકરી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે.