દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કુલ કોરોનાના કેસોની સંખ્યા 7 લાખ પાર જતી રહી છે. જ્યારે આ વાઈરસના કારણે અત્યાર સુધી 20 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 7,19,665 પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 20,160 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 22,252 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 467 લોકો પોતાના જીવ ગુમાવ્યા છે.
હાલ દેશમાં કોરોનાના 2,59,557 એક્ટિવ કેસો છે. જો કે ભારત માટે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોમાંથી 4,39,948 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.