છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર હુમલાઓ થવાની શરમજનક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજ્યના પોલીસ વડાએ મહત્વની જાણકારી આપતા કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન કોરોના વોરિયર્સ અને પોલીસ પર હુમલા થયા તેમાં પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ પ્રકારના 6 ગુનામાં 22 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં કર્ફ્યૂભંગના 418 ગુના નોઁધાયા છે. જેમાં 438 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે ગુનો નોંધી અત્યારસુધી 16 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.