પાકિસ્તાનની જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને પાકિસ્તાન સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. વાઘા બોર્ડર પરથી ભારતીય અધિકારીઓને સુપ્રત કર્યા બાદ આગામી બે-ત્રણ દિવસમાં મુક્ત થયેલા 22 માછીમારો વેરાવળ બંદરે આવે તેવી શક્યતા છે. જે માછીમારોને પાકિસ્તાન સરકારે છોડવાનો નિર્ણય કર્યો છે તે તમામ કોઈને કોઈ બીમારીમાં સપડાયેલા હોવાની માહિતી છે.