રાજકોટમાંથી 1 કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો ઝડપાતા ચકચાર મચી ગઇ છે. રાજકોટના મોવડી વિસ્તારમાંથી જૂની નોટો સાથે 5 શખ્સો ઝડપાયા છે. તેમાંથી સુરતના 3 અને જામનગરના 2 શખ્સો પોલીસના સકંજામાં આવ્યા છે. પાંચ શખ્સોએ જણાવ્યું કે તેઓ 22 ટકા લેખે જૂની નોટો બદલવા માટે રાજકોટ આવ્યા હતા. જેમને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે. આ અંગે રાજકોટ પોલીસે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી દીધી છે.