પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની વિદેશ ની્તિને મજબુત કરવા માટે લગાતાર વિદેશ યાત્રા કરતા રહે છે. દેશના દ્વિપક્ષીય સંબંધોને મંજબુત કરવા માટે પીએમ મોદીએ ઘણા દેશોની યાત્રા કરી છે. આ વચ્ચે સરકારે ગુરુવારે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 થી અત્યાર સુધીમાં 21 વિદેશ યાત્રા કરી છે. આ યાત્રાઓ પર 22.76 કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચ કર્યો છે.
વિદેશ રાજ્ય મંત્રી વી મુરધીરણને રાજસ્થાનમાં એક પ્રશ્નના લિખિત ઉત્તરમાં કહ્યુ કે, રાષ્ટ્રપતિએ વિદેશમાં 8 યાત્રા કરી છે. અને 2019 બાદ આ યાત્રાઓ પર 6.24 કરોડ રૂપિયા કરતા વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે. સરકારે 2019 માં રાષ્ટ્રપતિના પ્રવાસ માટે 6,24,31,424 રૂપિયા, પ્રધાનમંત્રીના પ્રવાસ માટે 22,76,76,934 રૂપિયા વિદેશ મંત્રીના પ્રવાસ માટે 20,87,01,478 રૂપિયાનો ખર્ચ કર્યો છે.
રાષ્ટ્રપતિએ આઠ વિદેશ પ્રાવાસ કર્યા હતા. પીએમ મોદીએ 2019 બાદથી 21 યાત્રા કરી છે. આ અવધી દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે 86 વિદેશ યાત્રા કરી હતી. 2019 બાદ પ્રધાનમંત્રીને ત્રણ વાર જાપાન અે બે વાર અમેરિકા અને યૂએઇનો પ્રવાસ કર્ય છે. રાષ્ટ્રપતિની યાત્રાાઓણાં આજ યાત્રાઓમાંથી સાત યાત્રા રામનાથ કોવિંદે કરી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સપ્ટેમ્બરમાં યૂકેનો પ્રવાસ કર્યો હતો.