દેશમાં અત્યાર સુધી 5,28,835 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,40,63,406 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3208 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 26,292એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.06 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,64,216 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 89.76 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.81 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.13 ટકા છે.