શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના મહામારીના 2112 નવા કેસ નોંધાયા છે. છેલ્લા એક દિવસમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ઘટીને 24,043 થઈ ગઈ છે. છેલ્લા એક દિવસમાં કોરોનાને કારણે 4 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,46,40,748 થઈ ગઈ છે.