કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ ગુજરાત સહિતના રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓ માટે ફરી ખોલવામાં આવી રહી છે ત્યારે કર્ણાટકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
કર્ણાટકના હસન શહેરની એક પ્રાઈવેટ નર્સિંગ કોલેજમાં ણવા માટે આવેલા 48 વિદ્યાર્થીઓમાંથી 21 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.હાલમાં આ વિદ્યાર્થીઓને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે અને એક પ્રાઈવેટ કોવિડ સેન્ટરમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
મહત્વની વાત એ છે કે, સંક્રમિત થયેલા તમામ 21 વિદ્યાર્થીઓએ કોરોનાની રસીનો એક ડોઝ લીધો હતો.જોકે આમ છતા તેમને સંક્રમણ લાગ્યુ છે અને એ પછી આ શહેરની 9 નર્સિંગ કોલેજોના 900થી વધારે વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.કુલ 100 વિદ્યાર્થીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.