અમેરિકામાં સરકારી કાર્યક્ષમતા વિભાગ (DOGE)નીઆગેવાની કરી રહેલા દિગ્ગજ બિઝનેસમેન ઈલોન મસ્ક અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 21 કર્મચારીઓએ મોટો ઝટકો લાગ્યો છે. આ કર્મચારીઓએ રાજીનામું આપીને ટ્રમ્પ અને મસ્ક પર ગંભીર આક્ષેપ કર્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે, ‘અમે દેશની મહત્ત્વની જાહેર સેવાઓને બરબાદ કરવા માટે અમારી ટેકનીકલ કુશળતાનો ઉપયોગ ન કરી શકીએ.’ આ સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, ટ્રમ્પ વહિવટી તંત્ર અને મસ્કે અનુભવ વગરના અધિકારીઓને કામ પર રાખ્યા છે.