સ્થાનિક અર્થતંત્ર મજબૂત રહે છે અને દેશનું ટેક્સ કલેક્શન સતત ઝડપી ગતિએ વધી રહ્યું છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં એટલે કે એપ્રિલથી જૂન 17 સુધીમાં દેશનું કુલ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 4.63 લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે ગત સમાન સમયગાળાની સરખામણીમાં 21 ટકા વધુ છે.
તે જ સમયે ગ્રોસ ટેક્સ કલેક્શન ગયા વર્ષની સરખામણીમાં 22 ટકાના વધારા સાથે રૂપિયા 5.16 લાખ કરોડ થયું છે. ગ્રોસ ટેક્સ કલેક્શન એ રિફંડ ઈશ્યુ કરતા પહેલાનો ડેટા છે જ્યારે નેટ ટેક્સ કલેક્શન એ રિફંડ ઈશ્યુ કર્યા પછીનો ડેટા છે.