આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારાના પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની પરંપરા રવિવારે પણ ચાલુ રહી છે. દિલ્હીમાં સૌપ્રથમ વખત પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૬ની વિક્રમી સપાટીને વટાવી ગયો છે. રવિવારે પેટ્રોલમાં ૨૧ પૈસા અને ડીઝલમાં ૨૦ પૈસાનો વધારો થયો હતો. દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી ૪થી મેથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૦મી વખત વધારો થયો છે.
દેશમાં છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ની માનસિક સપાટીને વટાવી ગયો છે. આ રાજ્યોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને લદ્દાખનો સમાવેશ થાય છે. દેશમાં છેલ્લા એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે પ્રતિ લીટર રૂ. ૪.૬૯ અને રૂ. ૫.૨૮નો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યા છે. અનેક દેશોમાં લોકડાઉન અને નિયંત્રણો હળવા થવાના પગલે ઈંધણની માગમાં વધારાની સંભાવનાના રોકાણકારોના આશાવાદને પગલે ક્રૂડના ભાવ વધી રહ્યા છે. ભારતમાં વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવાતા વૈશ્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ છેલ્લા બે વર્ષમાં પહેલી વખત ૭૨ ડોલર નજીક પહોંચ્યો હતો.