Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યા વિવાદ 1813માં શરૂ થયો હતો. આ મામલો બ્રિટિશ સમયની અદાલતોથી લઈ આઝાદ ભારતની અદાલતો સુધી ચાલ્યો. અનેક ઉતાર-ચઢાવ આવ્યા, તેને ધાર્મિક સંગઠનોથી લઈ રાજકીય પક્ષોએ મુદ્દો બનાવ્યો. આખરે સુપ્રીમકોર્ટે તે અંગે 40 દિવસ સુધી નિયમિત સુનાવણી કરી. હવે થોડીવારમાં સુપ્રીમકોર્ટ ચુકાદો આપશે.
1813: હિન્દુ સંગઠનનો વિવાદી જમીન પર દાવો
વર્ષ 1813માં પ્રથમવાર હિન્દુ સંગઠનોએ વિવાદીત જમીન પર દાવો કર્યો. તેમણે કહ્યું કે 1528માં બાબરે રામજન્મ ભૂમિ પર જાણી જોઈને મસ્જિદ બનાવી હતી. દસ્તાવેજો મુજબ હિન્દુ પહેલેથી જ અહીં પૂજા કરતા હતા.
1859: સરકારે વિવાદી જમીનની ફરતે વાડ બનાવી
વિવાદી ક્ષેત્રમાં હિંસા પછી 1859માં બ્રિટિશ સરકારે વિવાદી જગ્યાએ તારની વાડ બનાવી. 1885માં પ્રથમવાર મહંત રઘુવરદાસે બ્રિટિશ અદાલતમાં મંદિર બનાવવા મંજૂરી માંગી.
1934: પ્રથમવાર વિવાદીત હિસ્સો તોડાયો
પ્રથમવાર વિવાદીત હિસ્સો તોડાયો. બ્રિટિશ સરકારે મરામત કરાવી. 1949માં હિન્દુઓએ કેન્દ્રીય સ્થળે રામલલ્લાની મૂર્તિ મૂકી પૂજા શરૂ કરી. ત્યારે મુસ્લિમ પક્ષે અહીં નમાજ બંધ કરી. તેઓ કોર્ટમાં ગયા.
1936: મસ્જિદ માટે શિયા અને સુન્નીમાં વિવાદ
મુસ્લિમ સમુદાયો શિયા અને સુન્ની વચ્ચે મસ્જિદના હક અંગે વિવાદ થયો. શિયા પક્ષે કહ્યું કે બાબરના આદેશ પર તેના ગવર્નર મીર બાકીએ મસ્જિદ બનાવી હતી. મીર શિયા હતો આથી મસ્જિદ શિયાની છે.
1950: હિન્દુ પક્ષે પૂજાની મંજૂરી માંગી
ગોપાલસિંહ વિશારદે ફૈઝાબાદની અદાલતમાં રામલલ્લાની પૂજાની વિશેષ મંજૂરી માંગી. 1959માં નિર્મોહી અખાડાએ જમીન હસ્તાંતરિત કરવા તો 1961માં સુન્ની વકફ બોર્ડે મસ્જિદ માટે કેસ કર્યો.
1984: મંદિર બનાવવા વીએચપીનું અભિયાન
વીએચપીએ મસ્જિદનું તાળું ખોલવા અને મંદિર નિર્માણ માટે અભિયાન શરૂ કર્યું. બે વર્ષ પછી ફૈઝાબાદ જિલ્લા કોર્ટે પૂજાની મંજૂરી આપી. તાળા ખૂલી ગયા. મુસ્લિમોએ બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરી.
1992: માળખું તોડી પડાયું અને અસ્થાયી મંદિર બન્યું
6 ડિસેમ્બર 1992ના રોજ કારસેવકોએ માળખું તોડી પાડ્યું. તેના પગલે અનેક સ્થળે હિંસા થઈ. હિન્દુ પક્ષે વિવાદી જમીન પર અસ્થાયી રામ મંદિર બનાવ્યું. ત્યારપછી લિમ્બ્રેહાન પંચની રચના કરાઈ.
2002: અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ
વિવાદીત સ્થળના હક અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ. 2003માં કોર્ટના આદેશ મુજબ પુરાતત્ત્વ વિભાગે ખોદકામ કર્યું. વિભાગનો દાવો છે કે મસ્જિદ નીચે મંદિરના અવશેષ હોવાના પુરાવા મળ્યા છે.
2011: હાઈકોર્ટના ચુકાદાને પડકારાયો
અલ્હાબાદ હાઈકોર્ટે જમીન રામલલ્લા બિરાજમાન, નિર્મોહી અખાડા, સુન્ની વકફ બોર્ડને 3 સરખે હિસ્સે વહેંચવાનો આદેશ કર્યો. ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકારાયો. મે 2011માં સુપ્રીમકોર્ટમાં સુનાવણી શરૂ થઈ.
2019: સુપ્રીમકોર્ટમાં નિયમિત સુનાવણી શરૂ
દસ્તાવેજોનો અનુવાદ નહીં થવાથી મામલો ટળતો રહ્યો. સુપ્રીમકોર્ટે મધ્યસ્થીની દરખાસ્ત કરી જે નિષ્ફળ ગઈ. સુપ્રીમકોર્ટે 6 ઓગસ્ટથી 16 ઓક્ટોબર 2019 સુધી આ મામલે નિયમિત સુનાવણી કરી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ